રાઘવજી પટેલે સમર્થકો સાથે કેસરીયો ખેસ કર્યો ધારણ, મુખ્યમંત્રી રહ્યાં હાજર

1020
guj292017-8.jpg

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી આજે જામનગરના પુર્વ ધારાસભ્ય અને હાપા યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ સમર્થકો સાથે જનસમર્થન સંમેલનમાં કેસરીયો ધારણ કર્યો.
જામનગરમાં આજ રોજ સવારે ૯.૩૦ કલાકે હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા જન સમર્થન સંમેલનમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા પુર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ સહીતના ઉપસ્થિત રહ્યાં હતાં. આ સંમેલનમાં પુર્વ ધારાસભ્ય અને હાપા યાર્ડના ચેરમેન રાઘવજી તેમના સમર્થકો સાથે મુખ્યમંત્રીના હસ્તે કેશરીયો ધારણ કર્યો હતો. જામનગર તા.પં.ના ૯ સભ્યો ભાજપમાં જોડાયા છે જ્યારે ધ્રોલ તા.પંચાયતના ૬ સભ્યો પણ ભાજપમાં જોડાયા. આ ઉપરાંત જોડીયા તાલુકા પંચાયતના ૪ સભ્યો તથા ધ્રોલ માર્કેટ યાર્ડના ૧૧ ડીરેક્ટર પણ ભાજપમાં જોડાયા છે. આ સમયે જનસમર્થન સંમેલનમાં કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરીયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજ.મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ પુનમબેન માડમ, મેયર પ્રતિભાબેન કનખરા તેમજ ધારાસભ્યો, જીલ્લા અને શહેર ભાજપ પ્રમુખો સહિતના આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમને ધ્યાને લઈ પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી  દીધો હતો. તાલુકા-જીલ્લા પંચાયતના મહત્વના હોદેદારોને ભાજપમાં ભેળવી ન શકે તે માટે કોંગ્રેસે લોખંડી વ્યુરચનાના ભાગરૃપે તાલુકા-જીલ્લા પંચાયતના મહત્વના ગણાતા હોદેદારોને કોંગ્રેસના હાઈકમાન્ડના શરણમાં ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યા છે. જ્યારે રાઘવજી પટેલ સાથે તેમના પુત્ર અને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ અન્ય ત્રણથી ચાર જીલ્લા પંચાયતના સદસ્યો ભાજપમાં જોડાશે તેવું રાજકિય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Previous articleવિવિધ સ્થળોએ આસ્થાભેર ચાલતી ગણેશ ઉત્સવની ઉજવણી
Next articleગુજરાત સરકાર વિરૂદ્ધ આંદોલનનો સમય પાક્યો છેઃ કોંગ્રેસનો લલકાર