રાજુલા ભાજપ યુવા ગ્રુપ દ્વારા વરસાદી માહોલમાં ગરીબોના ઝુપડે ઝુપડે ખાદ્ય સામગ્રી તમામ પાણીમાં વહી જતા ભોજન કીટનું વિતરણ કરતા માવતાની મહેશ પ્રસરી ગઈ.
રાજુલા ભાજપ યુવા ગ્રુપ દ્વારા મુશળધાર વરસાદી માહોલમાં ગરીબ લોકોના ઝુપડામાંથી ખાદ્ય સામગ્રી સંપુર્ણ તણાઈ જતા ખાવાના ફાફા મારતા ગરીબ પરીવારોના ઝુપડે ઝુપડે ભાજપ યુવા ટીમના જિલ્લા મંત્રી વનરાજભાઈ વરૂ, તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, સાગરભાઈ સરવૈયા, સમીરભાઈ કનોજીયા, પ્રદિપભાઈ ટાંક, સુરેશભાઈ ધાખડા રૂબરૂ ઝુપડે ઝુપડે જઈ અનાજ તથા ભોજન કીટનું વિતરણ કરાયું તેમજ વોટશેપ ગ્રુપોમાં જણાવાયું કે જયા જયા જરૂરીયાત મંદ ગરીબ પરિવારને જરૂર પડે ત્યાં તાત્કાલિક સંપર્ક કરો.