રાજ્યની ભાજપ સરકાર શિક્ષણની ઘોર ખોદી રહી છે. શાળાઓમાં એફઆરસીનો મુદ્દો નાખીને વાલીઓને લુંટવામાં આવી રહ્યા છે. સરકાર ફી મુદ્દે નિર્ણય કરી શકતી નથી. તેવા સમયે રાજ્યમાં સંસ્કૃત વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સમ ખાવા પુરતી એક બીએડ્ કોલેજને તાળા મારતા સત્યાગ્રહ છાવણીમાં મંત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સોમનાથ યુનિવર્સિટીએ જાહેરાત આપ્યા બાદ વિદ્યાર્થીઓએ રૂ.૧૦૦-૧૦૦ ભરીને ફોર્મ ભર્યા હતા. ફીના નાણાં ઉઘરાવી ઉદ્યાર્થીઓ સાથે છેતરપીંડી આચરી છે.
ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા વિદ્યાર્થી સંઘ દ્વારા ગાંધીનગર શહેરમાં સત્યાગ્રહ છાવણીમાં મંત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. શિક્ષક મંડળના પ્રમુખ ગોવિંદભાઇ પટેલે કહ્યુ કે, રાજ્યમાં સંસ્કૃત ભાષાનુ શિક્ષણ આપતી મહાવિદ્યાલયોમાં પ્રથમ કક્ષા ધોરણ ૯,૧૦ અને મધ્યમ કક્ષા ધોરણ ૧૧,૧૨ અભ્યાસક્રમનુ નિર્ધારણ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાય છે. જ્યારે સંસ્કૃત મહા વિદ્યાલયોમા શાસ્ત્રી અને આચાર્ય કક્ષા તથા શિક્ષાશાસ્ત્રી (બીએડ્) ના અભ્યાસક્રમનુ આયોજન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કરાય છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માન્યતાથી શિક્ષા શાસ્ત્રી (બીએડ્) કોલેજ અમદાવાદ ભાગવત વિદ્યાપીઠ સોલામાં એક દાયકાથી કાર્યરત હતી.
શિક્ષાશાસ્ત્રી એટલે બીએડ્ કોલેજમાં રાજ્યમાં આ એક સમ ખાવત પુરતી હતી. જ્યાં સંસ્કૃત વિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શાસ્ત્રીની ઉપાધિ મેળવી શકતા હતા.
આ કોલેજના વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ ના સમયગાળામાં અભ્યાસ કરવા માટેની જાહેરાત કરાયા બાદ વિદ્યાર્થીઓએ રૂ. ૧૦૦-૧૦૦ ફી ભરીને ફોર્મ ભર્યા હતા. પરંતુ બાદમાં યુનિવર્સિટીએ ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં એડમીશન લઇ લેવાનો ફોન કરતા વિદ્યાર્થીઓની શાસ્ત્રી બનવાની આશા પર પાણી ફરી વળ્યુ હતુ.