વિજ્ઞાન અને સંસ્કૃતિના સમન્વય સાથે શરદપૂનમની ઉજવણી કરાઈ

1348
bvn7-10-2017-1.jpg

ગુજરાત સરકારના વિજ્ઞાન પેટા વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા અને પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતતા લાવવા ૧૫ વર્ષથી વિવિધ દિવસોની ઉજવણી જેવા અનેક વિધ કાર્યક્રમો દ્વારા કાર્યરત છે.
શરદ પૂનમ એટલે શિયાળાની ઋતુના આગમનનો અણસાર ચંદ્ર કે જે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે તેની સાથેનો માનવજીવનના સંબધની ઉજવણી આપણી સંસ્કૃતિમાં શરદપૂનમનું ખુબ જ આગવું મહત્વ છે. અવકાશ વિજ્ઞાન કે જે આજે આપણને મંગલ ગ્રહ પર પણ જીવવાની શક્યતા દર્શાવે છે આવા અવકાશ વિજ્ઞાન અને શરદ પૂનમનું વૈજ્ઞાનિક કારણ લોકો સમજે તેવા હેતુથઈ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાર્યરત ભાવનગર એસ્ટ્રોનોમી કલબ (બીએસી)તખ્તેશ્વર મંદિર ખાતે આકાશ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તજજ્ઞ દ્વારા ચંદ્ર વિશે માહિતી આપવામાં આવી હતી અને લોકોએ ટેલીસ્કોપ દ્વારા ચંદ્ર અને તેની સપાટીને નજીકથી નિહાળી હતી. આ ઉપરાંત સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ અને કાસીની યાન જેના વિશે માહિતીનો ભંડાર લઈને આવ્યુ છે. તેવા શનિ ગ્રહની સુંદરતામા વધારો કરતા તેની આસપાસના વલયો ટેલીસ્કોપની મદદથી નિહાળ્યા હતા. ઉપરાંત શનિ ગ્રહ વિશેની માહિતી મેળવી હતી.ઉપરોક્ત કાર્યક્રમમાં કુલ મળીને ૨૦૦થી વધારે નાગરિકોએ વિજ્ઞાન અને સંસ્કૃતિના સમન્વય સાથે શરદપૂનમની ઉજવણી કરી હતી.

Previous articleમહિલા પો.સ્ટેનાં ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી ઝબ્બે
Next articleરાજકોટ જીવનનગર ખાતે શરદોત્સવની ઉજવણી સાથે પૌઆ આરોગવામાં આવ્યા