ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સાહિત્ય અકાદમી આયોજિત ભવ્ય સંસ્કૃતોત્સવમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીજીના વરદ હસ્તે શાસ્ત્રી ઘનશ્યામભાઈ એ. ત્રિવેદીને વર્ષ ૨૦૧૭-૧૮ના ‘વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન’થી વિભૂષિત કરાયા. આ પ્રસંગે ગુજરાત રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સહકાર રમત ગમત અને સાંસ્કૃતિક મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સંસ્કૃત સાહિત્ય અકાદમી અધ્યક્ષ પદમશ્રી વિષ્ણુભાઈ પંડ્યા ગુજરાત યુનિ.ના કુલપતિ ડો.હિમાશુ પંડ્યા, સંસ્કૃત સાહિત્ય અકાદમી મંત્રી અજયસિંહ ચૌહામ તથા સંસ્કૃત ભારતીના પ્રાંત સંગઠનમંત્રી હિમાંજય પાલિવાળ વિશેષ ઉપસ્થિત રહેલ.
પરિવારિક કર્મકાંડ તથા જ્યોતિષ જ્ઞાન વારસાને પુષ્ટ કરવા બાળપણથી જ ભાવનગર ગૌરીશંકર વૈદશાળામાં વેદપારંગત આચાર્ય ડો. છોટાલાલ દયાશંકર શુકલ તથા ગુરૂજનોના સાનિધ્ય અને માર્ગદર્શનમાં વેદભ્યાસ કર્યો. વેદમૂતિ, તપીનિષ્ઠા, ગાયત્રી પરિવાર સંસ્થાપક પંડિત રામશર્મા આચાર્યજી પાસેથી મંત્રદિક્ષા પ્રાપ્ત કરનાર શાસ્ત્રી ઘનશ્યામભાઈ ત્રિવેદીના ઘર મંદિરમાં ચાર દાયકાથી અખંડ દિપ જ્યોત પ્રકાશી રહી છે. તેના સાનિધ્યમાં સંસ્કૃત સંભાષણ તથા જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરી સમાજમાં ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અર્થે પ્રવૃત છે. યજ્ઞ કાર્યમાં પ્રવિણતાને લીધે અનેક સ્થાને ૧૦૮ થી ૧૦૦૮ કુંડી મહાયજ્ઞના આચાર્ય પદને શોભાવનાર શાસ્ત્રી ઘનશ્યામભાઈ ત્ર્િોવદી જામનગરથી ‘આયુર્વેદ આચાર્ય’ તથા નેચરોપેથીમાં એન.ડી.ની ડીગ્રી, અંતરીયાળ ગ્રામજનોને પ્રાકૃતિક ચિકીત્સા પૂરી પાડવા વર્ષો પૂર્વ મેળવી અને અનેક લોકોની આરોગ્ય સેવા કરી. આવા જ્ઞાન કર્મ સમૃધ્ધ વ્યક્તિત્વને વેદશાસ્ત્ર પાંરગત સંસ્કૃત પંડિત પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનપ્રિય સમજામાં હર્ષની લાગણી ફેલાયેલ છે.