જાફરાબાદ તાલુકામાં આકાશી કહેર, સોખડા, વઢેરા, રોહીસા, ધારાબંદર, ભાડા, સહિત ગામો પાણીમાં ગરક રાજકીય આગેવાનોએ મામલતદારને સાથે રાખી માનવતાની મહેક પ્રસરાવી હતી.
જાફરાબાદ તાલુકામાં આકાશી મેઘતાંડવનો કહેર મુશળધાર સતત વરસાદે ૧૨ ઈંચ ખાબકતા, સોખડા, વઢેરા રોહીશા ધારાબંદર ભાડા કડીયાળી સહિત ગામોમાં અને લોકોના ઘરોમાં ઘુસી લાખો રૂપિયાની ઘર વખરી અનાજ સહિત પાણીમાં ગરક થયા સોખડા ગામમાં ફસાયેલ પાણીમાંથી લોકોને બહાર કાઢવા અને જરૂરી ખાદ્ય સામગ્રી પહોચાડવા માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જીલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શીયાળ અને જાફરાબાદ મામલતદાર ચૌહાણની સુચના મુજબ પ્રથમ પાણીમાં ફસાયેલ લોકોને સહી સલામત બહાર કાઢવા કોઈ નાના વાહનો કોઈ નાના વાહનો ન ચાલે તેવી પરિસ્થિતીએ મોટા ડમ્પરો સાથે ખાદ્ય સાગમ્રી ટીકીટ લઈ ને પહોચી જઈ સોખડામાંથી ૩૨ લોકોને જ રામજી મંદિર તેમજ સરપંચ બાબભાઈ વરૂની મેડી ઉપર આશરો લઈ રહેલ સહિ સલામત સોખડા ગામમાંથી બહાર કઢાયા તેમજ વઢેરા રોહીશા, ધારાબંદર, ભાડા કડીયાળી, સહિત ગામોમાં આરોગ્ય વિભાગની ડોકટર ટીમ સાથે પહોચી ગયા પણ લોકોની પરીસ્થિતી અતિગંભીર જેમા ખેતરવાડીમાં બીજી વખત વાવણી કરેલ કરોડો રૂપિયાનું ખાતર બીયારણ નસ્ટ તેમજ ખેતરવાડીઓમાં પાણી ધસમસતા પુરથી ખેતરવાડીમાં મોટા મોટા નેરડા પાણી લાખો રૂપીયા નુકશાની અને ઉપરથી ગામો પાણીમાં ગરક થતા લાખો રૂપિયાની ઘરવખરી અનાજ સહિત પાણીમાં તણાઈ ગયા તેમ ઢોર ઢાકર પણ તણાયા જેમા રોહીશા વઢેરા ધારાબંદર અને ભાડામાં ફસાયેલ લોકોને ભોજન કીટનું વિતરણ રોહીશા ગામે સરપંચ વિજાણદભાઈ ઉપસરપંચ ભુપતભાઈ તેમ છગનભાઈ વાઘેલા મહેન્દ્રસિંહ વાળા, સહિત ટીમ વઢેરાના સરપંચ કાનાભાઈ તથા ઉપ સરપંચ લખમણભાઈ બાંભણીયાને સાથે સાથે તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર પણ પહોચી કીટ વિતરણ કરાયુ તેમજ આજે ડેપ્યુટી કલેકટર ડાભી સાથે જીલ્લા કલેકટર આયુષ ઓકની આખી ટીમ વઢેરા, રોહીસા, ધારાબંદરની રૂબરૂ ગામ લોકોની મુલાકાત લીધેલ.