રાજકોટ જીવનનગર ખાતે શરદોત્સવની ઉજવણી સાથે પૌઆ આરોગવામાં આવ્યા

740
guj7-10-2017-7.jpg

જીવનગર નવરાત્રિ મહોત્સવ સમિતિ, જીવનગર પ્રાચીન ગરબી મંડળ, જીવનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ તથા મહીલા મંડળના સંયુકત ઉપક્રમે શરદોત્સવની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પાંચ સોસાયટીના રહીશોએ પૌઆ આરોગી ભાતૃભાવના દર્શન કરાવ્યા હતા. 
શરદોત્સવનું ઉદ્દઘાટન ગરબીના સંચાલક અલ્કાબેન પંડયા, મીતાબેન વાછાણી, સુનીતાબેન વ્યાસે કરી આગામી સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. સંગીત તજજ્ઞ ઉર્વિબેન બાબરીયા, જાહન્વીબેન બ્રહ્માણીએ બાળાઓને અભિનય સાથે રાસ-ગરબા રજુ કર્યા હતા.
 મેયર જૈમનભાઈ ઉપાધ્યાયે શુભેચ્છા પાઠવી ૩૪માં વર્ષે નવરાત્રિ મહોત્સવ અને શરદોત્સવમાં ભાગ લેનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા. સમિતિ પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ દિપાવલી પર્વ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લઈ ઈચ્છુકોએ નામ નોંધણી કરવા જાહેરાત કરી હતી. 
૩૪માં વર્ષના સમાપને જીવનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા અમી પાર્કના રહીશોનો આભાર માન્યો હતો.

Previous articleવિજ્ઞાન અને સંસ્કૃતિના સમન્વય સાથે શરદપૂનમની ઉજવણી કરાઈ
Next articleહજુર પાયગા રોડ પરની મોબાઈલ શોપમાંથી રૂા. રપ હજારની ચોરી