શહેરના કાળીયાબીડ સાગવાડી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.૧ લાખ ૪૦ હજારની મત્તાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કાળીયાબીડ સાગવાડી વિસ્તારમાં રહેતા આશિષભાઈ પંડ્યા પરિવાર સાથે બહાર ગયા હતા. તે વેળાએ તેમના બંધ મકાનના કોઈ અજાણ્યા શખ્સોએ તાળા-નકુચા તોડી કબાટમાં રાખેલા રોકડ રૂા.૧પ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂા.૧,૪૦,૬૯૬ની ચોરી કરી લઈ ગયાની આશિષભાઈએ નિલમબાગ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બનાવ અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી છે.