સરકાર દ્વારા લોકહિત અર્થે કરાવવામાં આવતા વિકાસ કાર્યોમાં જે નાણાનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રજાના લોહી પરસેવાની કમાણી છે. પંરતુ એક પણ કાર્ય ભ્રષ્ટાચાર વિના પૂર્ણ થતુ નથી સરકારી વિભાગના પ્રત્યેક વિભાગમાં ભ્રષ્ટાચારનો ‘લૂણો’ લાગેલો છે ઘોઘા મામલતદાર કચેરીના પ્રવેશ દ્વાર પાસે ચોમાસુ પૂર્વ આરસીસી રોડ બનાવવામાં આવે છે. હજુ છ માસ પણ વિત્યા નથી ત્યાં આ નવા રોડ પર સામાન્ય વરસાદ થતાની સાથે નવો રોડ ધોેવાય અને અધિકારી-કોન્ટ્રાકટરનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. રોડ વચ્ચે મોટો ‘ભૂવો’ પડતા આજે કાર સહિતના વાહનો અખાડામાં ફસાયા હતા. મામલતદાર કચેરી સામે જ પડેલ ખાડાને ઠીક કરવાની તસ્દી તંત્રએ લીધી ન હતી.