વડવા બ વોર્ડ વિસ્તારના કોંગીના નગરસેવક રહિમભાઈ કુરેશી, હિમત મેણીયા અને ગીરધરભાઈ ચાવડા વિગેરેએ આંબેડકર નગર, બાથાભાઈનો ચોક, ટેલીફોન વાળા ખાંચામાં અને અપના નગરમાં રહેણાંકી લતાઓમાં વરસાદી પાણી ભરાય જતા જેસીબી મશીન સાથે રાખીને તંત્ર પાસેથી પાણીના નિકાલની વ્યવસ્થા કરાતા લોકોમાં સેવકોની આ કામગીરીની સરાહના થઈ રહી છે.