શહેરના ચિત્રા ફીલ્ટરની ટાંકી પાસે રહેતી યુવતિએ ગળેફાંસો ખાઈ જીવતર ટુકાવી લીધું હતું. બનાવની જાણ થતા ૧૦૮ એવા અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે આવેલ શ્રીજીનગરમાં રહેતા ચેતનાબેન અલ્પેશભાઈ વાટલીયા (ઉ.વ.૩૧)એ પોતાના ઘરે સાંજના સુમારે ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.