મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ તથા ગ્રાહક સહકારી મંડળીની ૪૭મી વાર્ષિક સાધારણ સભા તથા સેવા નિવૃત્ત થયેલ સભાસદને વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરની એક ખાનગી હોટલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના કર્મચારીઓની ગ્રાહક સહકારી મંડળીની ૪૭મી સાધારણ સભા મંડળીના પ્રમુખ ડો.પી.એ. ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતાં. તથા સભાસદોને ધિરાણ મર્યાદા રૂા. ૧પ લાખ સુધી કરવા, મેડીકલેઈમ, પોલીસી પ્રિમીયમ રીફંડ વધારો કરવા સહિતના ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા હતાં. તથા ન સભાસદો સેવા નિવૃત્ત થતા તેમનું બહુમાન કરી વિદાયમાન આપવામાં આવ્યું હતું.