અમરેલીના લાલાવદર ગામે રહેતા કુખ્યાત બુટલેગરનો મોટો ખુટવડા પોલીસે અટકાયત કરી જીલ્લા મેજીસ્ટ્રેટની સુચનાથી પાસા તળે લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દીધો છે.
ભાવનગર જિલ્લામા દારૂબંધીની કડક અમલવારી અને પ્રોહી, જુગારની અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવાના હેતુસર જીલ્લા પોલીસ વડા પી.એલ.માલએ અસરકારક અટકાયતી પગલા લેવા તાબાના અધિકારીને કરેલ ખાસ સુચનાને અનુલક્ષીને અધિક પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા મહુવાના માર્ગદર્શન મુજબ મોટા ખુટવડા પોલીસ મથકના પી.એસ.આઈ એમ.કે.ગોહિલ પો.સ્ટાફના હેડ કોન્સ. આર.એલ. રાઠોડ પો.કોન્સ. નાજુભાી ભરવાડ ગૌતમભાઈ દવે દ્વારા અમરેલી જિલ્લાના કુખ્યાત પ્રોહી બુટલેગર્સ જગુભાઈ વાલાભાઈ વાળા જાતે કાઠી દરબાર ઉ.વ.૩૪, રહે, લાલાવદર તા.જી.અમરેલી વાળા વિરૂધ્ધની ગુન્હાની માહિતી એકઠી કરી પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ વડા પી.એલ.માલના સીદા માર્ગદર્શન હેઠળ જિલ્લા મેજી. ભાવનગરને મોકલી આપતા જિલ્લા મેજી હર્ષદ પટેલે પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરેલ તે અનુસંધાને મોટા ખુટવડા પો.સ્ટડે.ના પી.એસ.આઈ. એમ.કે.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો દ્વારા પ્રોહિ બુટલેગર્સની પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી અસરકારક અને સકારાત્મક કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.