રણબીર બાદ હવે રણવીર સાથે કરિશ્મા તન્ના ચમકશે

1363

રોકસ્ટાર રણબીર કપુર સાથે સંજુ ફિલ્મમાં કામ કર્યા બાદ રાતોરાત લોકપ્રિય થયેલી કરિશ્મા તન્ના હવે બીજી બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. કરિશ્મા તન્ના હવે સિમ્બા રણવીર સાથે પણ નાનકડા રોલમાં નજરે પડનાર છે. સિમ્બા ફિલ્મમાં અભિનેત્રી તરીકે સારા છે . ફિલ્મમાં નહીં બલ્કે તે જાહેર ખબરમાં સાથે કામ કરવા જઇ રહી છે. સંજુ ફિલ્મમાં બોલ્ડનેસના કારણે તે જાણીતી થઇ ગઇ છે. કરિશ્મા સંજુમાં નાનકડા રોલમાં હતી. હવે તે રણવીર સિંહ અને કરિશ્મા  મળી શકે છે. જો કે બંનેની જોડી કોઇ ફિલ્મમાં નહીં બલ્કે એક કોમર્શિયલ એડ માટે કામ કરી રહી છે. બંને નવી એડમાં જોવા મળનાર છે. આની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આની માહિતી કરિશ્મા તન્ના પોતે આપી રહી છે. કરિશ્મા તન્ના હાલમાં સતત ચાહકોમાં લોકપ્રિય થઇ રહી છે. કરિશ્મા તન્નાએ એક ફોટો શેયર પણ કર્યો છે. જો કે મોડેથી તેને દુર કરી દેવામાં આવ્યો છે.

આ ફોટોમાં કરિશ્મા તન્ના અને રણવીર સિંહ સાથે નજરે પડી રહ્યા હતા. એવુ પણ જાણવા મળ્યુ છે કે આ એડ ફિલ્મને અલી અબ્બાસ જફર બનાવી રહ્યા છે.

Previous articleપહેલીવાર મુંબઈમાં મારું સ્વાગત વરસાદે કર્યુંઃજશ્મીન
Next articleપ્રિયંકા અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મને લઇને વ્યસ્ત