રાજુલા-જાફરાબાદ તાલુકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આદેશ અનુસાર રાજ્યમંત્રી આર.સી. ફળદુએ બન્ને તાલુકામાં પુરની વિકટ પરિસ્થિતિમાં ફસાયેલ ગામોના લોકો તેમજ કયા ગામોમાં કેટલું નુકશાન બાબતે સમિક્ષા કરેલ. જેમાં જિલ્લા કલેક્ટર આયુષ ઓક, ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર ચૌહાણ બન્ને તાલુકાના તમામ વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી-રાજુલા અને વાઢેર જાફરાબાદ સાથે જિલ્લા પ્રમુખ હિરેન હિરપરા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા મંત્રી ચેતનભાઈ શિયાળની ભાજપ તમામ ટીમ સાથે પ્રથમ રાજુલા અને ત્યારબાદ જાફરાબાદ તાલુકાના ગામોની સમિક્ષા કરેલ અને દરેક ગામોમાં ખેડૂતો મજુરો કે ગ્રામવાસીઓને કેટલું થયેલ નુકશાન તેની વિગતવાર માહિતી ચેતનભાઈ શિયાળ તથા રવુભાઈ ખુમાણ દ્વારા જાણકારી મેળવી જિલ્લા તંત્ર અને સ્થાનિક તંત્રને આદેશો અપાયા હતા.