જાફરાબાદ તાલુકામાં મેઘતાંડવ હજુ રોકવાનું નામ નથી લેતું. સોખડા અને ધારાબંદર હજુ જળબંબાકાર મુખ્યમંત્રીના આદેશ પણ સોખડા ગામમાં સહાય આપવા સરકારી ટીમ રવાના પણ હજુ ગામમાં કોઈ ડોકાયું પણ નથી. સરપંચ બાબભાઈ વરૂએ હૈયાવરાળ ઠાલવી છે.
જાફરાબાદ તાલુકામાં મેઘતાંડવ હજુ રોકવાનું નામ નથી લેતું તેમાં સોખડા ગામનો ઉલ્લેખ ખુદ મુખ્યમંત્રીએ ટીવી-મિડીયામાં કરેલો સોખડા ગામની પરિસ્થિતિ અતિ ગંભીર હોવાથી અમોએ બચાવ અને સહાય ટીમ રવાના કરેલ છે. તેમાં ધારાબંદરનો પણ સમાવેશ થાય છે. તો હજુ સુધી અહીયા ગામમાં કોઈ ડોકાયું નથી. માત્ર દુર દુર રહી પ્રેસ મિડીયામાં ફોટા પાડી જતા રહેલ છે. ગામમાં આવી તમને સહાય આપીશું કે કોઈ જાતની સહાય માટે કોઈ સાથે વાત પણ કરેલ નથી તેમજ ગામમાં કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે. જે જમીન વાડીઓમાં બીજી વખત વાવણી કરેલ અને તે લાખો રૂપિયાનું ખાતર બિયારણ અને ફળદ્રુપ જમીનમાં મોટા મોટા પ-પ ફુટના નેરડા પાડી દીધેલની જાણકારી માત્ર ફોન દ્વારા મામલતદાર ચૌહાણ અને ટીડીઓ વાઢેરને કરતા રહીએ છીએ પણ હજુ તેની કોઈ કાર્ફવાહી ન થતા ગામ લોકોમાં અતિ આક્રોશ ફેલાયો છે તેમજ રાજ્યમંત્રીને મુખ્યમંત્રીએ સોખડા-ધારાબંદરમાં અતિ વિકટ પરિસ્થિતિ માટે મોકલેલ પણ રાજ્યમંત્રી ફળદુ સોખડા કે ધારાબંદરની પણ મુલાકાત લીધેલ નથી તો અમારા ગામને તાત્કાલિક સહાય ચુકવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી સરપંચ બાબુભાઈ વરૂએ રજૂઆત કરેલ છે.