તળાજાના બોરડા ગામે સતત ૪ દિવસથી ધોધમાર વરસાદ પડતાજન જીવન ખોરવાઈ ગયું છે તેમજ પ્લોટ અને ગામ વીસ્તારમાં તમામ મકાનોમાં અને દુકાનોમાં કમર સુધી પાણી ભરાયા હતાં. વરસાદ ધિમો પડતાં લોકો પાણીનો નિકાલ કરી રહ્યા છે. અનાજ અને ઘરવખરીનો સામાન પલળી ગયો છે. અનાજ અને દુકાનોમાં સામાન પલળી જતાં દુર્ગધ મારી રહ્યો છે. રોગચાળો ફાટી નિકળવાની શક્યતા સેવાઈ રહી છે. તાકિદે કાચુ ચીધું અને અનાજ ઘરવખરીનો જથ્થો મળી રહે તેવી તંત્ર પાસે લોકો આશા વ્યકત કરી રહ્યા છે. દુકાનોનો સામાન ખરીદી કરી શકાઈ ના હોઈ તેવા કરીયાણાનો જથ્થો વેપારી પાણીમાં વહાવી રહ્યા છે. બોરડા આરોગ્ય કેન્દ્રમાંની ટેબલેટ, જરૂરી સામાન પણ તણાઈ ગયા હતાં. ત્યારે તંત્રની સહાય મળે, કયારેઅ ાગેવાનો બોરડા ગામેની મુલાકાતે આવે અને તંત્રને ઝડપી કાર્યવાહી કરવામાં સુચન કરે ? લોકો ભયભીત થઈ રહ્યા છે. તાકીદે પાણીનો નિકાલ નહીં થાઈ તો રોગચાળો ફાટી નિકળવાનો ગામ લોકોને ભય સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે બોરડા ગામે પાણીનો નિકાલ કરી જરૂરી સામાન સાથે દવાઓનું વહેલી તકે વિતરણ કરવું જરૂરી બન્યું છે.