ઢસા તથા આજુબાજુના ગામોમાં આજે બપોર થતાં જ મેઘરાજાએ તોફાની ઈનિંગ રમતાં એક-બે ઈંચ પાણી વરસાવ્યું હતું. બોટાદ જિલ્લાના ઢસા છેલ્લા ત્રણ – ચાર દિવસથી ધીમે ધીમે વરસાદ વરસ્તો હતો. જેમાં આજ સવારથી એકાએક વાતાવરણમાં પલ્ટો આવતાં બપોરના વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવાં મળ્યો હતો. જયારે ઢસા આજુબાજુના ગામોમાં ઢસા ગામ, પાટણ, માંડવા, જલાલપુર, રસનાળ અનેક ગામોમાં વરસાદ સારો થતાં ખેડુતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાટણા કાળુભાર નદીમાં પાણીની આવક થતાં નદી પણ બે કાંઠે વહેતી જોવાં મળી હતી.