પડતર પ્રશ્ને સફાઈ કામદારો દ્વારા પ્રતિક ધરણા યોજાયા

1200

ભાવનગર મહાપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્ને આજે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતાં તથા હવે પ્રશ્ન ઉકેલ નહિ આવે તો ઉગ્ર લડતની ચિમકી પણ ઉચ્ચારી છે.

ભાવનગર મહાપાલિકાના ડ્રેનેજ વિભાગમાં ટ્રોમ લાઈન તથા ડ્રેનેજ લાઈન વડવા-બ તથા તખ્તેશ્વર વોર્ડના સફાઈ કર્મીઓને અન્ય વોર્ડમાં ફેરવી તે કોન્ટ્રાકટ રદ્દ કરી વર્ષોથી સફાઈ કરતા કર્મચારીઓને આપવા તથા વર્ષ -ર૦૦૬માં મંજુર થયેલ વારસાઈ નિયમોની અમલવારી કરવા બપોર બાદ સફાઈ કામ અર્થે મોકલાતા કર્મીઓને રીક્ષા ભાડુ ચુકવવા તથા ફોટા પાડવાની પ્રક્રિયા રદ્દ કરવા અને શહેરની વસ્તી પ્રમાણે કામદારોની ભરતી કરવા સહિત ના પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે આજે મહાપાલિકાના પટાંગણમાં પ્રતિક ધરણા સફાઈ કામદારો દ્વારા યોજવામાં આવ્યા હતાં. તથા આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માંગ કરી હતી. અન્યથા ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Previous articleઆડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂના ર૦ ચપટા ઝડપાયા
Next articleઅંબરીશ ડેરની ટીમ પુરગ્રસ્તોની વ્હારે