પરમાણું ઉર્જા વડે વિજળી પેદા કરવામાં ભારત બહુજ પાછળ : પરમાણું સહેલી

1112
bvn7-10-2017-8.jpg

પટેલ સમાજમાં પરમાણું ઉર્જા અને દેશના વિકાસના વિષય ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં પરમાણું સહેલી એ ભારત દેશનો વિકાસ અને પરમાણું ઉર્જાના વિષય પર દરેક લોકોને જાણકારી આપી હતી. જેમાં આજે આપણે વિજળી વિના જીવનની કલ્પના કરી શકતા નથી એટલે કે વિજળી આપણા જીવનનો એક બહુ જરૂરી હિસ્સો બની ચુકી છે.
તેમણે જણાવ્યું કે વિજળી સૌથી વધારે કોલસાથી બનાવવામાં આવે છે અને આપણી પાસે કોલસો ધીરે ધીરે ખતમ થતો જાય છે. પાણી તેમજ હવાથી આપણે વધારે પ્રમાણમાં વિજળી પેદા નથી કરી શકતા, અને સૂર્ય વડે પણ આપણે ફક્ત દિવસમાં વીજળી પેદા કરી શકીએ છીએ રાત્રીના તેમજ વરસાદના સમયે વિજળીની માત્રા શોધવી જોઈએ જે સ્વચ્છ અને સુરક્ષીત હોવા ઉપરાંત સસ્તી અને પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ હોય તેમ ડો. નિલમ ગોયલે જણાવ્યું હતું.
ભારતની પાસે પરમાણું ઉર્જાના રૂપમાં આ માત્રા છે અને સૌથી સારી વાત તો એ છે કે પરમાણું ઈંધણના મામલામાં ભારત પુરા વિશ્વમાં સૌથી વદારે ઈંધણ રાખે છે. પરંતુ મોટા દુઃખની વાત એ છે કે પરમાણું ઉર્જાથી વિજળી બનાવવામાં ભારત બહુ જ પાછળ છે જ્યારે આપણી પાસે તેના અખુટ ભંડાર છે.
આપણા દેશમાં પુરા વિશ્વનો ૧/૩ હિસ્સો જેમ કે ૫.૧૮ લાખ ટન થોરિયમ એકલા ભારતની પાસે છે, જે કોલસાથી ૧૦ ગણો વધારે છે, જેના પ્રયોગથી અઢળક માત્રામાં વિજળી ઉત્પાદન કરી શકાય છે. કારણ કે પરમાણું ઈંધણની એક ખાસીયત છે કે તેમાં બહુ જ ઓછી માત્રામાં ઈંધણનો પ્રયોગ થાય છે. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને પટેલ સમાજ તરફથી સન્માનીત કરવામાં આવ્યા તે દરેકે કાર્યક્રમને બહુ જ ઉપયોગી બતાવ્યો.

Previous articleયુનિ.નાં ચોથા વર્ગનાં કર્મચારીઓ દ્વારા સાતમાં પગારપંચની રજુઆત
Next articleવલ્લભીપુરનાં પાટણા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ૪ ઝડપાયા