તાજેતરમાં રાજુલા તાલુકામાં અનરાધાર વરસાદ તથા જળાશયો તૂટવાના કારણે અનેક ગામોમાં પુરની વિકટ સ્થિતિનું નિર્માણ થયું હતું. કેટલાક કિસ્સાઓમાં લોકોની ઘરવખરી, કરીયાણુ રાચ રચીલુ સહિતની વસ્તુ પાણીમાં તણાઈ જવા પામ્યું હતું. આવા સમયે આ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર તથા તેમની ટીમ દ્વારા વઢેરા સહિત અનેક ગામોમાં રહેતા ગરીબ ભુલકાઓને ગુંદી ગાઠીયાનું વિતરણ કરી ખરી લોક સેવાનો સંદેશ આપ્યો હતો.