છત્રાલ ગામે આવેલ ધી એ એલ ઝવેરી હાઇસ્કુલ અને નિમા ઉ.મા.શાળા ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. મોટી સંખ્યામાં ધો ૯થી ૧૨ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પોતાના વકતવ્યમાં વિશ્વની વસ્તી, વસ્તી વિસ્ફોટથી થતી સમસ્યાઓ તેને નિયંત્રણમાં રાખવાના ઉપયોગો પર વિદ્યાર્થીઓએ વિચારો રજુ કર્યા હતા. જેમાં વિજેતા તરીકે પ્રથમ ધો.૧૨ની ઝાલા કિરણબા, દ્રિતિય ક્રમે ધો ૯ની પ્રજાપતિ નીકિતા તેમજ ત્રીજા ક્રમે ધો ૯ની રાઠોડ પલક સારને ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.