વીજબીલમાં પ૦ ટકાની રાહતની જાહેરાત કરતાં વિજયભાઈ રૂપાણી

1191
gandhi8102017-3.jpg

ગુજરાત સરકારે વીજબિલ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે લીધેલા એક નિર્ણય મુજબ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજ જોડાણોવાળા ગ્રાહકોની બાકી લેણા રકમ પ્રત્યે ઉદાર અભિગમથી મોટો નિર્ણય લીધો છે. તેમણે માફી યોજના ૨૦૧૭ અન્વયે જાહેરાત કરી છે. બીપીએલ અને એપીએલ બંને કેટેગરીના ઘરવપરાશના વીજ ગ્રાહકો જો ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં ૫૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે.
સરકાર ખેતીવાડી ગ્રાહકોને પણ આવી જ સુવિધા આપશે. જો તેઓ ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં ૫૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ સરકાર આપશે. અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો ૩ માસની અંદર મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાં સંપૂર્ણ માફી મળશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આ જાહેરાત પછી રાજ્યના અંદાજે લાખો વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને અંદાજે રૂ.૧૧૩ કરોડથી વધુની રકમની વ્યાજ માફી અપાશે. આ નિર્ણયથી પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડૂતો બાકી વીજ બીલની પૂરેપૂરી રકમ નહીં પરંતુ ૫૦ ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુકિત મેળવી શકશે. 

Previous articleશરદ પુનમની રાત્રે શહેરમાં નિકળેલા મહાકાળી માતાના સ્વાંગ
Next articleપાટનગરના બાલોદ્યાનમાં ફેમિલી ટ્રેનનો ૯મી ઓક્ટોબરે પાવો વાગશે