રાજુલા તાલુકાના ઉચૈયા તથા ભેરાઈ ગામોમાં પુરની તારાજીથી ખેડૂતોની જમીનમાં વાવેલ બિયારણનો નાશ તેમજ મકાનો ધરાશાયી થતા તેની સહાય ચુકવવા નાયબ મુખ્યમંત્રી તેમજ મહેસુલ મંત્રી કૌશિક પટેલને રજૂઆત તંત્ર તાત્કાલિક સર્વે કરે.
રાજુલા તાલુકાના ઉચૈયા તથા ભેરાઈ ગામ બેટમાં ફેરવાયા જે પુરની સ્થિતિથી ખેડૂતોની મહામુલી જમીનમાં વાવેવ મોંઘા મુલના ખાતર બિયારણોનો સંપૂર્ણ નાશ કરી ખેતરમાં મોટા મોટા વોકળા પાડી જમીનને પુરના ધસમસતા પાણીએ તારાજી સર્જી અને ગામના લોકોના મકાનો ધરાશાયી થયા જેની તાત્કાલિક સહાયો ચુકવવા ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, ઉપસરપંચ દિલુભાઈ ધાખડા તેમજ ગ્રામ પંચાયતનો ઠરાવ કરી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ મહેસુલ રાજ્ય સરકારના મંત્રી કૌશિક પટેલને તાત્કાલિક સર્વે કરી સહાયો ચુકવવા રજૂઆત કરેલ છે તેવી જ રીતે ભેરાઈ ગામની જમીનમાં મોટા મોટા નેરડા પાડી ફળદ્રુપ જમીન બંજર બનાવી દીધાથી સંપૂર્ણ વાવેલ બિયારણો દરિયા ભેગા કરી દીધા હોય તાત્કાલિક સહાય ચુકવવા મુખ્યમંત્રી તેમજ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને રજૂઆત કરેલ છે.