શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે તા.૧૯ જુલાઇના રોજ મહુવાની માલણ નદીના વરસાદી નીરના વધામણા કર્યા હતા ત્યાર બાદ તેઓએ ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વડા સાથે એક બેઠક મહુવા પ્રાંત કચેરી ખાતે યોજી મહુવાના પડતર પ્રશ્નો ૨(બે) તથા જેસરના પડતર પ્રશ્નો ૩(ત્રણ) સંદર્ભે સંબધિત અધિકારી પાસે જાત માહિતી મેળવી ઉકેલ અંગે થયેલ કામગીરીની સમિક્ષા કરી હતી જેમા મહુવા તાલુકાના નોન પ્લાન રસ્તાઓના કામો પ્રગતિમાં છે જયારે મહુવા નગરપાલિકા વિસ્તારમાં હોસ્પિટલનું વિશાળ મકાન બનાવવા બાબતે તેઓ સંબંધિત વિભાગ અને કચેરીના અધિકારીઓ સાથે આવનારા દિવસોમાં બેઠક યોજી પ્રશ્નોના ઉકેલ માટે કાર્યવાહી કરશે. જેસર તાલુકાના પડતર પ્રશ્ન પૈકી (૧) જેસર પાલિતાણા રસ્તાનુ કામ પ્રગતિમાં છે (૨) જેસર તાલુકામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત કુઇ ૩૮ ગામોમાંથી જે ૧૧ ગામોને પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી આપી શકાતુ નથી તે માટેની યોજના તૈયાર થયેલ છે અને આવનારા દિવસોમાં આ યોજનાનો જે તે વિભાગ દ્વારા ઝડપથી ઉકેલ લાવવામાં આવે તે દિશામાં સધન પ્રયત્નો હાથ ધરવામાં આવશે (૩) જેસર તાલુકામાં હૈયાત ચેકડેમ તથા તળાવો ઉંડા ઉતારવામાં આવેલ છે
મંત્રીએ જેસર તાલુકાના બે ગામોમાં અતિવૃષ્ટિથી મૃત્યુ પામેલા વ્યકિતના વારસદારોને રૂપિયા ૪-૪ લાખના ચેકો અર્પણ કર્યા હતા જેમાં સેંદરડા ગામના જીનલબેન યુનુસભાઇ માંડવીયા ને રૂપિયા ૪ લાખનો ચેક તથા લોંગીયા ગામના કૈલાસબેન હરેશભાઇ પંડયાને રૂપિયા ૪ લાખનો અર્પણ કર્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય આર.સી.મકવાણા, કેશુભાઇ નાકરાણી, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.