શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પ્રશ્નોના ઉકેલ અર્થે એક બેઠક પ્રાંત કચેરી તળાજા ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ પ્રશ્ને મંત્રીએ જાત માહિતી મેળવી તેના ઉકેલ સંદર્ભે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ જેમાં તળાજા તાલુકાના અલંગ ખાતે જી આઈ ડી સી ને જમીન આપવા, સ્થાનિક શાળાનો પ્રશ્ન, દરીયા કાંઠના ૦૫ ગામોમાં પાણી ન મળવા, તળાજા ખાતે શેત્રુંજી ડેમની પાઈપ લાઈન જર્જરીત હોવી, મેથળા બંધારાનું કામ, તળાજા શહેરની હદ વધારવા, તળાજાની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ ની ઘટ પુરવા તળાજા ખાતે વિજ કચેરીની ડીવીઝન ઓફીસ ફાળવવા સહિતની બાબતે ઝડપી ઉકેલ લાવવા ચોક્કસ દિશામાં કામ થશે તેમ મંત્રીએ જણાવ્યુ હતુ તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે માનવીય સંવેદના સાથે કામ કરવાથી કામ નું ઝડપી પરિણામ મળતુ હોય છે.
આ બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા.