શાળા તમાકુ મુકત બને અને એમ.આર.વેંકસિન- મેલેરિયા વિશે જાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢકના માર્ગદર્શનથી આજરોજ બોટાદ જિલ્લામા ગઢડા તાલુકાના જલાલપર એસ.ડી.વઘાશીયા હાઇસ્કુલમાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી.
જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન જીલ્લા આઈ.ઇ.સી.ઓફિસર એમ.કે. મુંધવા ની હાજરીમાં કરવામાં આવી. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સિંધવ વિજયભાઈ, કિશોરભાઈ, અશ્વિનભાઈ, અલ્પેશભાઇ, સાધનાબેન, વાધજીભાઇ, યૉગીરાજસિંહ, કૃષ્ણાબેન, કિંજલબેન, કર્મેંશભાઇ અને સોશ્યલ વર્કર ગૌતમભાઈ વંડરા દ્રારા જહેમત ઉઠાવેલ હતી.