ગુજરાત સરકાર દ્વારા ચાલતા ઓરી-રૂબેલા રસીકરણ અંતર્ગત આંબરડી ગામે આંબરડી પ્રાથમિક શાળાના તમામ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડના મેડિકલ ઓફીસર ડો. સિંગ તથા આયુષ ડો. પાયલબેન ગજજરના નેતૃત્વ હેઠળ ઓરી રૂબેલાનું રસીકરણ કરવામાં આવેલ જેને સફળ બનાવવા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.