સિહોર નગર પાલિકાના કામદારો દ્વારા ચીફ ઓફિસરને પોતાના ૧૩ જેટલા મુદ્દાના પડતર પ્રશ્નો માટે લેખિત રજુઆત કરીને તાકીદે ઉકેલ લાવવા માંગણી કરી છે નગર પાલિકા સાફ-સફાઈ વિભાગના કર્મચારી અને કામદારોઓના પ્રશ્નો માટે અગાઉ ભૂતકાળમાં પણ રજૂઆતો થઈ ચૂકી છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાંજ અટકી ને ઉભી છે આજે કામદારોએ ૧૩ જેટલા મુદ્દા જેમા પગાર સમયસર મળે, છેલ્લા ઘણા સમયથી ડ્રેસ નથી આપ્યા તે આપવામાં આવે, કામદારોને વહેલી તકે પ્લોટ આપવામાં, સાતમા પગારપંચનો લાભ હક રજા મળે આ બધી જ બાબત સહિતના ૧૩ જેટલા મુદ્દાઓ સાથે આજે સિહોર નગર પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરીને વહેલી તકે યોગ્ય કરવા કામદારો દ્વારા માંગણી કરાઈ છે જ્યારે ચીફ ઓફિસર દ્વારા પણ આવતી સાધારણ સભા સુધીમાં તમામ પ્રશ્નોના ઉકેલ બાબતે હૈયાધારણા આપી હતી.