સિહોર તાલુકાના ઈશ્વરીયા આજુબાજુ વિસ્તારના ખેડૂતો જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને આંસુ પાડી રહ્યો છે સિહોરના ઇશ્વરિયા ગામ નજીક થી રેલવે લાઈન પસાર થઈ રહી છે આ રેલવે લાઈન પર આવેલ ખુલ્લા ફાટકો ના બદલે તેમાં અન્ડર બ્રિજ બનાવવાની કાર્યવાહી શરૂ હોઈ અને જેમાં હાલ વરસાદી વાતાવરણ હોઈ ત્યારે આ રેલવે ટ્રેકમાં બની રહેલ નાળામાં દસ ફૂટ જેટલું પાણી ભરાઈ જવા પામ્યું છે આ માર્ગ કે જે ઇશ્વરીયા કે આજુબાજુના સો થી વધુ ખેડૂતોના આવન જાવનનો માર્ગ હોઇ ઉપરાંત રેલવે ટ્રેકની બીજી સાઈડ ૧૫૦૦ વિઘા જેટલી જમીનો ખેડૂતોની આવેલી હોઈ અને તેમાં હાલ આ નાળુ નડતર રૂપ બનતા ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને બળદગડા સાથે જઇ ન શકતા પોતાના ખેતરોમાં વાવણી પણ કરી શક્યા નથી આ નાળુ બની ગયા બાદ પણ તેમાં પાણી ભરાઈ રહેવાની કાયમી ફરિયાદને લઈને ડીઆરએમ ઓફિસ ભાવનગર અને કલેકટર તથા સાંસદને મળીને આ બાબતે રજૂઆત કરી છે અને કાયમી નિવાડો લાવવા માંગ કરી છે જ્યારે તંત્ર દ્વારા પણ વહેલી તકે યોગ્ય નિરાકરણની ખાતરી આપી બીજી તરફ વિકલ્પીક ધોરણે જે કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે તેમ પણ હાલ ભારે કીચડ જામી જતા તેમજ ખોદ કામના કારણે ત્યાં રહેલ મકાનને પણ ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.