શહેરના સીદસર રોડ ટોપથ્રી જવાના રસ્તે આવેલ સત્યમ રેસીડેન્સીમાં રહેતા વિપ્ર પરિવારના નિલેષભાઈ ઉપાધ્યાયે તેના પત્ની અને પુત્રને સાથે રાખી ઝેરી દવા પી સામુહિક આપઘાત વ્હોરી લીધી છે. બનાવની જાણ થતાં બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ એસ.પી.ડી.વાય.એસ.પી. એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બનાવ અંગેની જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી સામુહિક આપઘાતની મળેલી સ્યુસાઈડ નોટ પોલીસે તપાસ અર્થે કબ્જે લીધી છે. બનાવ બનતાં સમગ્ર બ્રહ્મસમાજ તેમજ સ્થાનીકો કંપી ઉઠ્યા હતા.
બનાવની મળતી વિગત મુજબ શહેરના સીદસરરોડ પર આવેલ સતત રેસીડેન્સી પ્લોટ નં.૮૩માં માતા-પીતા સાથે રહેતાં નિલેષભાઈ હસમુખભાઈ ઉપાધ્યાયે તેના પત્ની હિરલબેન ઉ.૪૦ અને પુત્ર ભાવિકને સાથે રાખી ઝેરી દવા પી સામુહિક આપઘાત વ્હોરી લીધો હતો.
બનાવની જાણ સ્થાનીકો દ્વારા ભરતનગર પોલીસને કરાતાં પી.આઈ ચાવડા સહિતનો સ્ટાફ દોડી જઈ તપાસ કરતાં બે વર્ષની પુત્રિ મિશ્રી તેની માતા હીરલબેન પાસે બેઠી રડતી હતી જે હૃદયસ્પર્શી દ્રશ્ય જોતાં પોલીસ કર્મીઓની આંખો ભીંજાઈ ગઈ હતી મુળ ઝાઝમેર ગામના રહેવાસી નિલેષભાઈએ તેમના માતા-પીતાને અગાઉ તેના ગામ મોકલી દીધા હતા અને બાદ પગલુ ભર્યુ હતું. બનાવની જાણ થતાં એસ.પી. પી.એલ. માલ ડીવાયએસપી મનીષ ઠાકર, એલ.સી.બી પી.આઈ દિપક મિશ્રા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો સામુહિક આપઘાતની મળેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબ્જે લીધી હતી અને તેમા નિલેષભાઈએ લખ્યુ હતું કે સૌએ મને ખુબજ પ્રેમ કર્યો છે તેમજ તેમના ભાગીદાર બાવકુભાઈનો ઉલ્લેખ કરીને લખ્યુ છે કે મે તેમને દગો કર્યો છે. જેમને ચેન નથી પડવા દેતો પોલીસે સ્યુસાઈડ નોટમાં લકેલી બાબતો અંગે જીણવટભરી તપાસ હાથ ધરી છે બનાવની જાણ થતા બ્રહ્મ સમાજનાં આગેવાનો પણ રાત્રીનાં દોડી ગયા હતા.
અલંગ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા અને અલંગ ખાતે ખાડો ધરાવતાં નિલેષભાઈએ ક્યાં કારણે આ ગંભીર પગલુ ભર્યુ છે જે અંગેની સમગ્ર પરિવાર તેમજ બ્રહ્મસમાજમાં ચર્ચાઓ થઈ રહી છે.
બનાવ અંગે મૃતકના પિતા હસમુખભાઈએ પોલીસમાં જાણવા જોગ ફરીયાદ નોંધાવી છે.
અંતીમયાત્રામાં દરેકની આંખો ભીંજાઈ
ગત મોડીરાત્રે મૃતક નિલેષભાઈ ઉપાધ્યાય તેના પત્ની હિરલબેન અને પુત્ર ભાવીકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા બાદ આજરોજ પોલીસે ત્રણેય મૃતદેહને પરિવારને સોંપ્યા હતા અને અંતિમવીધી કરાઈ હતી. આ અતીંમ યાત્રામાં બ્રહ્મસમાજ રાજુ ઉપાધ્યાય સહિતનાં આગેવાનો તેમજ વેપારીગણ અને સ્થાનીકો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્રણેયની એક સાથે નિકળેલી અંતીમયાત્રામાં સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી અને હૃદય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા.