ભાવનગર પ્રાંત હેઠળના ભાવનગર સીટી, ભાવનગર ગ્રામ્ય તેમજ ઘોઘા તાલુકાના પડતર પ્રશ્નો આ સમીક્ષા બેઠકમાં રજુ થયા હતા. જેવા કે, ભાવનગર આંગણવાડી વર્કર બહેનોના બાકી પગાર અંગે રજુઆત,ઘોઘા પીજીવીસીએલ, મામસા, વરતેજ, વલ્લભીપુર ખાતેના પીજીવીસીએલ દ્વારા પદાધિકારીઓની રજુઆત બરાબર સાંભળતા નથી અને ધ્યાને લઇ નિકાલ કરવામાં આવતા નથી, ભાવનગર તાલુકા મામલતદાર કચેરીમાં અરજદારોને શૌચાલયની સગવડ માટે અરજદારોને ટોયલેટ માટે ખુબ જ મુશ્કેલી પડે છે, આ શૌચાલયની સગવડતા માટે કલેકટરે મંત્રીને ખાત્રી આપી હતી, ખેતીવાડીમાં જવા માટેના રસ્તાઓ સરકારની યોજનામાં ગ્રાન્ટ આવે છે. તો પેવર બ્લોક નાખવાની મંજુરી આપવા સુચના આપવામાં આવી હતી, ભાવનગર રાજકોટ હાઇ વે ઉપર રોડ ક્રોસ કરવા માટે પ્રા. શાળાના બાળકોને ખુબ જ તકલીફ પડે છે. તો રોડ સ્પીડ બ્રેકર બનાવવા અધિકારીને મંત્રીએ સુચના આપી હતી.
ખોડિયાર મંદિર ખાતે મહારાજા સાહેબ વખતે ખોડિયાર તળાવ બંધાયેલ છે. જે ગામોના લોકોને પીવા માટે પાણીનો ઉપયોગ થાય તો ધણુ જ સારૂ પરંતુ જીઆઇડીસીને પાણી આપવામાં આવે છે. ત્યારે ગામોના લોકોને પીવાનુ પાણી મળતુ નથી આ અંગે જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ. આજની સમિક્ષા બેઠકમાં આપણા રજુ થતા પ્રશ્નોના નિકાલ માટે નથી પરંતુ ઉકેલ માટે છે. આ સમીક્ષા બેઠકમાં વિવિધ પ્રશ્નો જેવા કે પાણી પુરવઠા અંગેના પ્રશ્નો, પીજીવીસીએલ અંગેના પ્રશ્નો, આંગણવાડી અંગેના પ્રશ્નો, રોડ રસ્તા હાઇવે અંગેના પ્રશ્નો, ઘોઘાના દરિયાનો પાળો તુટી ગયેલ છે. તે અંગેના પ્રશ્નો, શાળા/હાઇસ્કુલો અંગેના પ્રશ્નો, શેત્રુજી ડેમના ડાબા કાઠાની કેનાલો રીપેરીંગ અંગેના પ્રશ્નો, દેવળીયા ગામની નદી પટના કોઝવે ઉચો લેવા અંગેના પ્રશ્નો, મોટા ખોખરા ગામની ગૌચર જમીન અંગેના પ્રશ્નો, ફોરેસ્ટ અંગેના રોડ/રસ્તા/જમીન અંગેના પ્રશ્નોની રજુઆત લોકો દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના પ્રશ્નો જિલ્લા કક્ષાએ ઉકેલ લાવવા અને નિતિવિષયક પ્રશ્નો બાબતે રાજય કક્ષાએ રજુઆત/દરખાસ્ત કરવા મંત્રીએ અધિકારીઓને સુચના આપી હતી.
આ કાર્યક્રમમાં કલેકટર ભાવનગર, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવનગર, જિલ્લા પોલીસ વડા, મ્યુન્સિપલ કમિશ્નર, પ્રાંત અધિકારી તમામ, મામલતદાર તમામ, તાલુકા વિકાસ અધિકારી તમામ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તમામ, તેમજ તમામ અમલીકરણ અધિકારીઓ તેમજ પદાધિકારી મહેન્દ્રસિંહ સરવૈયા હર્ષદભાઇ દવે, બી.કે.ગોહિલ, પ્રવિણભાઇ બારૈયા, દિગવિજયસિંહ ગોહિલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.