રાણપુરમાં જાગતી મેલડીમાતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

1012

બોટાદ જીલ્લાના રાણપુર ગામે લિંબડી રોડ ઉપર આવેલ જાગતી મેલડી માતાના મંદીરે તા-૨૦.૭.૨૦૧૮ ને શુક્રવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં શોભાયાત્રા,યજ્ઞ,મહાપ્રસાદ સહીતના ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.  વર્ષોથી આસ્થાનુ કેન્દ્ર બની ચુકેલુ અને દર રવિવારે અને મંગળવારે હજ્જારોમાંના ભકતો આવે છે. રાણપુર થી ૩ કિ.મી.દુર આવેલ જાગતી મેલડી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ મહોત્સવ અંતર્ગત જાગતી મેલડી માતાજીની શોભાયાત્રા સવારે ૭ ક્લાકે કુંભારવાડામાં ઘનશ્યામભાઈ ડાભીના નિવાસ સ્થાનેથી નિકળી માતાજીના સ્થાનકે પહોચશે સવારે ૮ ક્લાકે મહાયજ્ઞ નો આરંભ થશે બપોરના ૧૨ઃ૪૦ ક્લાકે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા બપોરના ૧ ક્લાકે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે. યજ્ઞમાં શ્રીફળ સાંજે ૫ ક્લાકે હોમવામાં આવશે યજ્ઞ લલીતભાઈ શાસ્ત્રી (ભદ્રાવડીવાળા)ના સંચાલનમાં યોજાશે.

Previous articleગઢડા તાલુકાના ઢસા ગામમાં ધુસ્યા પાણી
Next articleવર્ષોના પડતર પ્રશ્નો હવે તો ઉકેલો કામદારોનો આક્રોશ