ગાંધીનગર શહેરનાં પડખે વાવોલમાં ઉવારસદ રોડ પર ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) દ્વારા બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ બજારમાં દુકાનોનાં ઉંચા ભાડાનાં કારણે દુકાનો ખાલી પડી રહી છે. જે લોકોએ દુકાનો રાખી તે પણ સફાઇની બાબતે નારાજ છે. રાત્રે ભટકતા તત્વોનો અડ્ડો બની જતા શોપીંગમાં પાર્ટીઓ જામે છે. ત્યારે બુધવારની રાત્રે શોપીંગમાં બર્થ ડે પાર્ટી કરીને સ્વામિ વિવેકાનંદની પ્રતિમાનાં મો પર કેક ચોપડવામાં આવતા લોકોની લાગણી દુભાઇ છે.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રજાનાં કરોડો રૂપીયા ખર્ચીને કામ કર્યા બાદ તેની જાળવણીમાં કોઇ રસ દાખવવામાં આવતો નથી. વાવોલમાં તળાવ તથા સ્વામિ વિવેકાનંદ બજાર તેનો જીવતો જાગતો દાખલો છે. શોપીંગમાં દુકાનો રાખનાર લોકો પણ પસ્તાઇ રહ્યા છે.
ભાડુઆતોનાં જણાવ્યાનુંસાર ગુડા દ્વારા ૧૦ વર્ષનો સફાઇ ચાર્જ રૂ.૫૦ હજાર લીધા બાદ થોડા સમય માટે સફાઇ ચાલી હતી. પરંતુ હવે કોઇ સફાઇ કરવા આવતુ જ નથી. રાત્રે રખડતા પશુઓ તથા અન્ય લોકોનાં અડ્ડા જામે છે. ગંદકી થાય છે પણ કોઇ સફાઇ થતી નથી. દરમિયાન બુધવારની રાત્રે કોઇ શોપીંગમાં બર્થ પાર્ટી કરીને શોપીંગમાં રાખવામાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મો પર કેક ઘસી જતા નાગરીકોની લાગણી દુભાઇ હતી.
જયારે શોપીંગમાં પણ ગંદકીનાં કારણે વેપારીઓમાં રોષ છે. જયારે બીજી તરફ સફાઇનાં પૈસા લીધા બાદ ગુડા તંત્ર પોતાનું આવુ કોઇ શોપીંગ હોવાનું તથા પોતાની જવાબદારી ભુલી ગયુ છે. સ્વામી વિવેકાનંદની પ્રતિમાંનુ સફાઇ કે સન્માન જળવાય તે બાબતે પણ કાળજી ન લેવાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
વાવોલમાં ગુડા નિર્મિત સ્વામી વિવેકાનંદ બજારમાં સફાઇનાં અભાવે સ્થિતી કથળી રહી છે. ત્યારે રાત્રે કોઇ શખ્સો બર્થ ડે પાર્કી કરીને સ્વામી વિવેકાનંદની પ્રતિમાના મોં પર કેકનું લીપણ કરી દીધુ હતુ. જેને લઇને લોકોની લાગણી દુભાઇ છે. પરંતુ ગુડાને કશી જ પડી નથી