બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેના અંતર્ગત ટેકનોલોજી, ફાર્મસી, સાયન્સ, કોમર્સ, આર્યુવેદિક વગેરે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા અને ડાયરેકટર પ્રો. રવીકુમારના માર્ગદર્શન હેઠળ, તમામ સંસ્થાના પ્રિન્સિપાલની હાજરીમાં આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો.
આ ઉપરાંત સંસ્થાના સામાજિક ઉત્થાન માટેના પ્રયત્નને વેગવંતો બનાવવા માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સુખડી તથા નવા સત્ર માટેના પુસ્તકો વિના મુલ્યે આપવામા આવ્યા.
સંસ્થાના શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ મનાવવાનો અનેરો અભિગમ સાર્થક કરવાના હેતુથી તથા બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસના સફળતા પૂર્વકના ૧૦ વર્ષનો સમયગાળો પરિપૂર્ણ કરવા બદલ ઉપરોકત કાર્યક્રમો ટ્રસ્ટી, ડાયરેકટર, સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહયોગથી ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.