સેકટર ૨૧તથા ૧૧નાં શોપીંગમાં રૂ.૨૦ કરોડનાં ખર્ચે મલ્ટીલેવલ પાર્કિગ બજેટમાં જોગવાઇ પણ કરી. પરંતુ સરકાર જમીન ન આપતા કામ શરૂ જ થતુ નથી. ઘ માર્ગ પર એસટી ડેપોને અડીને જ નિયમોની ઐસી કી તૈસી કરીને શટલીયા ભરાય છે.
પરંતુ ન તો પોલીસ કાર્યવાહી કરવા તૈયાર છે કે ના તો એસટી ડેપોનાં ઇન્સ્પેકટર. આટલી મહેરબાની કેમ ? કલેકટરની કચેરીની બહાર ‘નો ર્પાકિંગ ઝોન’નાં પાટીયા લગાવીને કાર્યવાહી કરવાની ચેતવણી મુકી છે. ત્યાંથી રોડ પર વાહનોની કતાર શરૂ થાય છે. પાટીયા લગાવીને સંતોષ માની લીધો છે.
સેક્ટર ૧૧માં આવેલા કોમર્શિયલ બિલ્ડીંગોના ભોંયરા ન ખોલવાના કારણે વાહનચાલકો અને સરકારી ગાડીઓ મુખ્ય માર્ગમાં પાર્ક કરેલી જોવા મળે છે.
ઘ-૫ સર્કલથી ૧૭-૨૨ વચ્ચેનાં માર્ગ પર માર્ગ પર જ કાયમી ર્પાકિંગ બની ગયુ છે. રેસીડેન્સીયલ એરીયામાં નિર્માણ થયેલા શોપીંગ પાસે ર્પાકિંગની જ વ્યવસ્થા નથી. ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.
સેકટર ૧૧નાં શોપીંગમાં ર્પાકિંગ ખોલવા નોટીસો આપેલી છે. એક વખત ટકોર કરવામાં આવશે. ર્પાકિંગ ખોલીને વ્યવસ્થા નહી કરાય તો કાયદેસરની સીલીંગની કાર્યવાહી કરાશે. સેકટર ૧૧નાં શોપીંગમાં ટ્રાફિક અંગે પોલીસે રીપોર્ટ કર્યો હતો. કોર્પોરેશને નોટીસો આપી, સંચાલકોએ ખુલાસો આપ્યો કે ર્પાકિંગ ખોલીએ તો પણ લોકો અંદર પાર્ક કરવા તૈયાર નથી. જો કે તે જવાબદારી શોપીંગ સંચાલકોની છે. તેથી આ બાબતે સત્વરે પગલાં લેવામા આવે તેવી માગ છે.