મોદી આજે માદરે વતન વડનગર ખાતે પહોંચશે

845
guj8102017-2.jpg

ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે  માદરે વતન-વડનગર જશે. જ્યાંથી તેમના તમામ કાર્યક્રમની શરૂઆત કરશે. તેમની વડનગરની યાત્રાને લઇને  પણ જોરદાર તૈયારી કરવામાં આવી છે. તેમના માદરે વતનમાં લોકોમાં ભારે ઉત્સાહ છે.  નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી સૌ પ્રથમ વાર પોતાની માતૃભૂમિ-વતનમાં પગ મૂકી રહ્યા છે.  જીએમઈઆરએસ મેડીકલ કોલેજનું લોકાર્પણ કરશે. વડનગરથી જ તેઓ હિંમતનગરની હોસ્પિટલ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. તેઓ આ પ્રસંગે મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત સઘન રસીકરણ અભિયાનનો પણ શુભારંભ કરાવશે. સાથોસાથ ફિમેલ હેલ્થવર્કર્સને આઈએમ ટેકો એપ્લીકેશન અને ટેબલેટ્‌સનું પણ વિતરણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ ચરણમાં વડનગરથી ભરૂચ જશે. ભરૂચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કલ્પસર પ્રભાગની ભાડભૂત બેરેજ યોજનાનો શિલાન્યાસ કરાશે.

Previous articleગાંધીનગરમાં આઇ.આઇ.ટી.ના નવનિર્મિત સંકુલનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ
Next articleરાજુલા ખાતે સંસ્કૃતિ વિદ્યાલયમાં શરદપુર્ણિમા રાસોત્સવની ઉજવણી