વઢેરા ગામે પૂરપિડીતોના આરોગ્ય બાબતે અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટ દ્વારા પુરપ્રકોપથી રોગચાળાને નાથવા હેલ્થ કેમ્પનું આયોજન થયું. જેમાં ૩પ૦ દર્દીઓએ સારવાર લીધી હતી.
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં પુરપ્રકોપથી જનતામાં રોગચાળો ફાટી ન નિકળે તે બાબતે અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટ જાફરાબાદ દ્વારા તાબડતોબ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા આદેશ અનુસાર ગામના સરપંચ કાનાભાઈ વાઘેલા, ઉપસરપંચ લખમણભાઈ બાંભણીયા, તાલુકા સદસ્ય મસરીભાઈ, નાનજીભાઈ બારૈયાની સેવાભાવી ટીમ દ્વારા ગામમાં ઘરે-ઘરેથી જરૂરીયાત દર્દીઓને કેમ્પ સુધી પહોંચાડી ૩પ૦ દર્દીઓએ સારવાર વિનામુલ્યે અપાવી આ કેમ્પને મદદરૂપ થવા જાફરાબાદ મામલતદાર ચૌહાણ, તાલુકા ઈન્ચાર્જ ટીડીઓ વાઢેરભાઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના સેવાભાવી ડો.ઉમાકાન્તભાઈ, પ્રતિભાબેન, સીએસઆર વિભાગના સાકરીયાભાઈ, ફાલ્ગુનીબેન સહિત અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા યુનિટના સેવાભાવી અધિકારીઓએ સેવા બજાવેલ તેમજ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા જનતામાં ક્યાં કોઈ તકલીફમાં હોય તો કાદરભાઈ માજોઠી, વિઠ્ઠલભાઈ સાંખટ, સુરેશભાઈ સાંખટ, જયેશભાઈ ગોસ્વામી, ભાવીનભાઈ, મંગાભાઈ, પુંજાભાઈ, ડાહ્યાભાઈ જેવા અન્ય સેવાભાવી યુવાનોને હજુ ફુડ પેકેટથી લઈ કોઈપણ ગામની વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો વિના સંકોચે જાણ કરવા જણાવાયું તેમજ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા જેટલી બની શકે તેટલી મદદે ઉભા રહીશું તેમ જણાવેલ.