જાફરાબાદ શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા યોજવામાં આવેલ ર૩માં સમુહ લગ્નમાં કુલ ૧ર૦ વર-કન્યાઓએ મંગલફેરા કામનાથ મહાદેવના પટાંગણમાં ફરી પ્રભુતામાં પગલા માંડી પોતાના વિવાહીક જીવનની શરૂઆત કરેલ. આ સમુહ લગ્નમાં અમરેલી જિલ્લાના ખુણે-ખુણેથી વેપારીઓ ધંધા અર્થે વેપાર કરવા આવે છે તો દુર દુરથી ડી.જે.નો પણ શહેરમાં જમાવડો થાય છે. જે ડી.જે.ના તાલે પ્રજાજનો જુમી ઉઠ્યા હતા. આ સમુહ લગ્નનો વર-ઘોડો કામનાથ મંદિરે થઈ રાજદિપ ચોક, નવી બજાર, મેઈન બજાર, બંદર ચોક થઈને ફરી કામનાથ મહાદેવના મંદિરે પહોંચેલ. આ ૧ર ઘોડામાં જનમેદની ઉમટી પડી હતી.
જેમાં વરરાજાઓ અલગ-અલગ પહેરવેશમાં તો કોઈએ ગુલાબના હાર, બદામ-કાજુના તો અલગ-અલગ તલવારો, શણગારેલી છત્રીઓ જોવા મળેલ. દિકરીઓને કરિયાવર તેમજ ઈનામોની કરીયાવર રૂપી જાહેરાતો પણ કરવામાં આવી હતી. જેમાં જાફરાબાદ-રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, ચેતભાઈ શિયાળ, કરણભાઈ બારૈયા, પ્રવિણભાઈ બારૈયા, જયેશભાઈ ઠાકોર, સિદુભાઈ થૈયમ, મજીદભાઈ રાઠોડ, બોટ એસો. પ્રમુખ માલાભાઈ કાનાભાઈ વંશ, રાજેશભાઈ છનાભાઈ, છનાભાઈ બારૈયા, મંગાભાઈ બારૈયા, શંકરભાઈ, ભગાભાઈ, તુલસીભાઈ, અજયભાઈ, વિષ્ણુભાઈ, અશ્વિનભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયેલ. આ તમામ સમુહ લગ્નની શરૂઆત પ્રથમવાર કરનાર ખારવા સમાજના પટેલ નારણભાઈ કલ્યાણભાઈ બાંભણીયા તેમજ નરેશભાઈ રાજાભાઈ બારૈયા હસ્તક જ આ ભવ્ય ર૩માં સમુહ લગ્નનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં જાફરાબાદના પીઆઈ ચિનુરા તેમજ તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧ર૦ જવાનો, ર૦ લેડીઝ પોલીસ અને ૧૦ પીએસઆઈ હાજર રહેલ.