રાજુલા, જાફરાબાદમાં પુર પીડીતોની વ્હારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીલ્લા પ્રમુખ હીરેનભાઈ હીરપરા સહિત કાફલો વઢેરા ગામે અનાજ કીટનું વિતરણ કરાયું રાજુલા જાફરાબાદ તાલુકામાં પુરપીડીતોની વ્હારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે ચારધામની યાત્રાએ ગયેલ માજી ધારાસભ્ય તાબડતોબ આવી ધારાબંદર વઢેરા, રોહીશા બલાણા ગામોમાં પુરપીડીતોને અનાજ તેમજ ફુટપેકેટની કીટો ગઈ કાલે જ વિતરણ કરેલ ત્યાં આજે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, જીલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ મંત્રી ચેતનભાઈ શીયાળ માજી ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડ, માજી રાજ્યમંત્રી વીવી વઘાસીયા, જાફરાબાદ નગરપાલીકા પ્રમુખ સરમણભાઈ બારૈયા, માર્કેટયાર્ડ રાજુલા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, કૌશીકભાઈ વેકરીયા, મયુરભાઈ રાજુલા શહેર પ્રમુખ, પીઠાભાઈ નકુમ, મહેન્દ્રભાઈ ધાખડા, પ્રતાપભાઈ બેપારીયા સરપંચ ઉચૈયા, સમીરભાઈ કનોજીયા દીલીપભાઈ જોષી અને જીલુભાઈ બારૈયા સહિત ભાજપ પરીવાર કાફલો અતિ મુશ્કેલીમાં અને પુરપીડીતો જેમાં વઢેરા જેવા મોટાગામમાં પહોચી કોઈપણ વ્યક્તિ બાકી ન રહી જાય કોઈ કોંગ્રેસ નહી કોઈ ભાજપ નહી માત્રને માત્ર માનવતાથી પક્ષા પક્ષી જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર અલગ અલગ ટુકડીઓની સેવાભાવી ટીમો બનાવી અનાજકીટનું વિતરણ કરાયુ તેમજ ગામમાં કેટલુ કોને કોને નુકશાન તેમજ જાફરાબાદ તાલુકાના તમામ ગામોમાં જેને જેને મકાનથી લઈ ખેડુતોની જમીન ધોવામ બાબતે સર્વે કરવા તંત્રને આદેશ અપાયા જેની તમામ કાર્યવાહી માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ઉપર જવાબદારી સોંપાઈ જે જેમ બને તેમ વેલાસર સર્વે કરાયા પછી રાજ્ય સરકારમાથી સહાયો ચુકવવા કાર્યવાહી થશે તેમજ રાજુલા તાલુકામાં પુર પીડીતો ગામો જેવા કે ઉચૈયા રાભડા ભેરાઈ, લોઠપુર સહિત ગામોની પણ કાર્યવાહી કરાશે.