જિલ્લા રમત ગમત કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા જિલ્લાકક્ષાનો કલા મહાકુંભનો ઉદ્ઘાટન કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ખાતે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા તથા પ્રાંત અધિકારી એન.ડી મૈયાણીની ઉપસ્થિતીમાં યોજાયેલ જેમા છ (૬) સ્પર્ધાઓ તાલુકામાં પ્રથમ નંબરે આવેલ સ્પર્ધકો જિલ્લાકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ. જેમા ૭૪૫ કલાકારોએ ભાગ લીધેલ છે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતાબેન, તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાંથી હરેશ મકવાણા, હિતેષભાઈ મેસવાણીયા, હેમાબેન વેલારી, રાજેન્દ્રસિંહ ગોહિલ, ગોસ્વામી ગીરીભાઈ હાર્દિકભાઈ ટાંક, જહેમત ઉઠાવી હતી.