મહુવા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના કતપર બંદર લાઇટ હાઉસ વિસ્તારના ગ્રામજનો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કતપર મુકામે છાવણી નાખી કે પી એનર્જી દ્વારા આડેધડ નાખવામાં આવતી પવનચક્કીના વિરોધમાં ૨૪ કલાક આંદોલન કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આંદોલનકારીઓ દ્વારા મહુવાની મુખ્ય બજારોમાંથી પસાર થઈને રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ખેડૂત આગેવાન મનુભાઈ ચાવડા કોળી સમાજના આગેવાન પ્રવિણભાઇ વાળા મેથાળા બંધારા સમિતિના સભ્ય પ્રતાપભાઈ ગોહિલ નાગરિક બેંકના ચેરમેન બીપીનભાઈ સંઘવી આંદોલનકારી અશોકભાઈ ભાલિયા ભાવનગર ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળા મહુવા તાલુકા કોળી સમાજના યુવા આગેવાન ચંદુભાઈ ભાલિયા પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનના સભ્યો તેમજ કતપર બંદર લાઇટ હાઉસ તથા આસપાસના ગામોના લોકો બહોળી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા અને પવનચક્કીન હટાવવાની માંગ કરી હતી.