ભાવ. યુનિ.માં NSUI દ્વારા તાળાબંધી

1424

 

ભાવનગર,તા.૨૦

એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ દ્વારા યુનિ.માં પેધી ગયેલ ભ્રષ્ટાચાર સંદર્ભે તાળાબંધી કરી રોષ વ્યક્ત કર્યો હતો.

નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના ભાવનગર શાખાના જણાવ્યા અનુસાર યુનિ.ના સિક્યુરીટી કોન્ટ્રાકટ, નવનિર્મિત ઓડીટોરીયમના કામના કોન્ટ્રાકટ, ઓરોમીરા કંપનિના કોન્ટ્રાકટ સહિત અનેક મહત્વપૂર્ણ બાબતોમાં યુનિવર્સિટીના સંચાલકો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ઉપરાંત હોદ્દેદારો પણ આ મહાકૌભાંડમાં સહભાગી હોય જેને લઈને યોગ્ય તપાસની ઉગ્ર માંગ સાથે વિદ્યાર્થી હિતને ધ્યાને લઈ એન.એસ.યુ.આઈ દ્વારા આજે તાળાબંધીનો કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

 

Previous articleપવનચક્કી હટાવોનાં નારા સાથે કતપર ગ્રામજનોએ રેલી કાઢી, આંદોલનનો પ્રારંભ
Next articleવિપ્ર પરિવારના સામુહિક આપઘાતનું રહસ્ય ઉજાગર કરવા પોલીસ ઉંધા માથે