વિપ્ર પરિવારના સામુહિક આપઘાતનું રહસ્ય ઉજાગર કરવા પોલીસ ઉંધા માથે

1400

શહેરના સિદસર રીંગ રોડ પર રહેતા અને અલંગમાં વ્યવસાય ધરાવતા વિપ્ર યુવાનએ પત્ની પુત્ર સહિત ઝેરી દવા પી લઈ સામુહિક આપઘાત કર્યો હતો જે સંદર્ભે પોલીસ ૨૪ કલાક વિતવા છતા આ ઘટનાનું રહસ્ય ઉજાગર કરી શકી નથી.

ભાવનગર શહેર જિલ્લામાં બે દિવસ પૂર્વે શહેરના સિદસર રોડ પર રહેતા વિપ્ર પરિવાર દ્વારા ઝેરના પારખા કરી મોતની સોડ તાણી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી સિદસર રોડ પર સત્યમ રેસીડેન્સી સ્થિત પ્લોટ નં. ૮૩માં રહેતા અને મૂળ તળાજા તાલુકાના ઝાંઝમેર ગામના વતની તથા અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ વિપ્ર યુવાન નિલેષ હસમુખભાઈ ઉપાધ્યાય તેના પત્ની હિરલબેન તથા પુત્ર ભાવીક અને ગત બુધવારના રોજ ઝેરી દવા પી લઈ સામુહિક આપઘાત કર્યો હતો મૃતક યુવાને આપઘાત પૂર્વે એક સુસાઈડ નોટ પણ લખી હતી આ સુસાઈડ નોટને આધારે પોલીસે પરિવારે ભરેલ અંતિમ પગલા અંગે જીણવટભરી તપાસ આદરી છે ઉપરાંત મૃતક  યુવાન જે ભાગીદાર સાથે ધંધો કરતા હતા તેમનું નિવેદન તથા વ્યવસાયી દસ્તાવેજો, સ્નેહીમિત્રો સહિત નિકટના વ્યક્તિઓને બોલાવી તેમના નિવેદનો નોંધી તપાસ આગળ ધરી છે આ બનાવ અંગે સમય પસાર થવા છતાં બનાવના મુળ કારણ સુધી પહોચી શકી નથી.

Previous articleભાવ. યુનિ.માં NSUI દ્વારા તાળાબંધી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે