ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ એક દિવસનાં વિરામ પછી આજે ફરીથી શહેર જિલ્લામાં હળવો ભારે વરસાદ પડ્યો હતો જેમાં ઘોઘા પંથકમાં ધોધમાર બે ઈંચ વરસાદ પડ્યાનાં એહવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યા બાદ ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે સવારથી ફરી વરસાદી માહોલ થયો હતો અને ભાવનગર શહેરમાં વરસ્યા હતા જ્યારે ઘોઘા પંથકમાં આજે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા રાત્રીનાં ૮ વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ ઘોઘા પંથકમાં પડ્યો હતો જ્યારે ઉમરાળા અને તળાજા પંથકમાં પોણો ઈંચ તથા વલ્લભીપુર પંથકમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો હતો અન્ય તાલુકાઓમાં વરસાદનાં હળવા ઝાપટા પડ્યા હતા ત્યારે જિલ્લા ભરનાં ખેડુતો વાવણી કાર્યમાં વ્યસ્ત બન્યા છે.