વેરો ન ચુકવતા મહેસાણા એરપોર્ટને નગરપાલિકાએ સીલ કર્યુ

1206

મહેસાણા એરપોર્ટને નગરપાલિકાએ સીલ કર્યુ છે. અમદાવાદ એવિશેન એરોનિક્સ કંપનીનો ૫.૦૯ કરોડ રૂપિયા વેરો બાકી હોવાના કારણે એરપોર્ટને બીજી વખત સીલ કરવામાં આવ્યું છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ગેરકાયદે થતા બાંધકામને પણ અટકાવવામાં આવ્યુ છે. આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને સુપરવાઈઝર વચ્ચે રકઝક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મહેસાણા ખાતે આવેલ એરપોર્ટને ૪ કરોડ ૫૨ લાખ રુપિયાનો વેરો ન ચુકવતા સીલ કરાયું છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફીસર અને ઉપપ્રમુખ સહીતની ટીમે કાર્યવાહી કરી છે.

મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ નોટીસ આપવામાં આવી હતી, પણ એવિએશન કંપનીએ ૭૫ લાખ રુપિયાનો ચેક આપ્યો હતો. પરંતુ જે ચેક અપુરતા બેલેન્સને કારણે પરત ફરતા આ કંપની સામે નગરપાલિકાએ નેગોશિએલ ઇન્સ્ટ્રુમેન્ટલ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આપને જણાવી દઇએ કે, આજરોજ બીજીવાર મહેસાણા ખાતે આવેલ એરપોર્ટને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ ગેરકાયદેર થતા બાંધકામને પણ અટકાવવામાં આવ્યું હતું. જો કે, નગરપાલિકાના પ્રમુખ અને સુપરવાઈઝર વચ્ચે રકઝક થતા મામલો બિચકે તે પહેલા હાજર લોકોએ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Previous articleસેફ અલીની સાથે ફિલ્મને લઇ ચિત્રાંગદા આશાવાદી
Next articleમચ્છરની ફેકટરી એવી બે સાઈટોને નોટિસ અપાઈ