ગુજરાતમાં એઇમ્સ માટે કેન્દ્રની ટીમ રાજકોટ, વડોદરાની મુલાકાતે

1273
guj292017-7.jpg

ગુજરાતમાં AIIMS આપવાની વાતને લઈ ભારે ચર્ચા જાગી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતમાં એઇમ્સ આપવા માટેનું નક્કી કર્યું છે ત્યારે ગુજરાતમાં AIIMS માટે બે શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ અને વડોદરા શહેરો માંથી કોઈ એક શહેર માં એઇમ્સ બનાવવાની ઘોસણા કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ત્યારે ભૂતકાળમાં વડોદરા અને બાદમાં રાજકોટ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી જોકે ત્યારબાદ એઇમ્સ માટે કોઈ ચર્ચા નહોતી થઈ ત્યારે આજે ફરી એઇમ્સ માટે ચર્ચા જાગતા ફરીથી સ્થળની વિઝીટ કરવા એઇમ્સ ની ટિમ ગઇકાલ ના વડોદરા અને આજે રાજકોટ આવી પહોંચી છે અને રાજકોટ માં બે સ્થળોની મુલાકાત લેશે.
આ નક્કિ કરાયેલ સ્થળની મુલાકાત બાદ રિપોર્ટ કેન્દ્ર ને સોંપવામાં આવશે અને પછી નક્કી થશે એઇમ્સ ક્યાં શહેરમાં અનુકૂળ બની શકશે . આજે રાજકોટ કલેકટર ઓફીસ ખાતે એમપી અને એમ એલ એ અને એઇમ્સ ના પાંચ સભ્યો ની ટિમ સાથે ચર્ચા કરવામાં આવશે, તમામનો મંતવ્ય જાણ્યા બાદ રીપોર્ટમાં સાંસદ અને સ્ન્છના મંતવ્યો પણ મૂકવામાં આવશે. હાલ અત્યારે એઇમ્સ રાજકોટ ને મળે તેવા ઉજળા સંકેતો વર્તાઈ રહ્યા છે. રાજકોટ આવેલ  એઇમ્સ ના ડાયરેકટર ડો સુનિલ શર્મા નું નિવેદન આપ્યું છે કે એઇમ્સ રાજકોટ ને મળે તે માટે ની આજે સાઈટ વિઝીટ થશે. ૧૨૦૦ કરોડ ના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ બને છે. અને આ હોસ્પીટલ બનતા આશરે ૫ વર્ષ જેટલો સમય એઇમ્સ બનાવવા લાગે છે. 

Previous articleગુજરાત સરકાર વિરૂદ્ધ આંદોલનનો સમય પાક્યો છેઃ કોંગ્રેસનો લલકાર
Next articleઅમદાવાદ : ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી, યુનેસ્કો દ્વારા સર્ટિફિકેટ અપાયું