કલોલ લાયન્સ કલબના નવા પ્રમુખ તરીકે ગોંવિદભાઇ પટેલની વરણી પાણી પુરવઠા રાજય મંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર, કલોલ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, લાયન્સ કલબએ વિશ્વ કક્ષાની કલબ છે. આજે આ કલબ વિશ્વના ૨૫૨ જેટલા દેશોમાં કાર્યરત છે. આ કલબમાં ભૂતકાળમાં લોકો સભ્ય થવા પડાપડી કરતાં હતા. આજે આ કલબ એક વિરાટ વૃક્ષ બની ગઇ છે. કલબ સેવાને સમર્પિત છે.
આ કલબના સભ્ય પદે મોટા ભાગે ર્ડાકટર, ઇજનેર, ઉધોગ પતિઓ જેવા સાધન સંપન્ન લોકો જ છે. કલબ થકી એક શહેરમાં વસતા વિવિધ ક્ષેત્રેના લોકો એકબીજાના સાથે સંપર્કમાં આવ્યા છે. જેથી આ કલબ તન, મન અને ધનથી સમાજને મદદરૂપ થાય તેવી સેવાકીય પ્રવૃત્તિ કરી શકે છે.
મંત્રી પરબતભાઇ પટેલે કલોલ લાયન્સ કલબના નવા વરાયેલા પ્રમુખ (લાયન) ગોંવિદભાઇ પટેલને અભિનંદન આપી જણાવ્યું હતું કે, તેઓ પોતાના નેતૃત્વમાં આરોગ્યલક્ષી સેવાને પ્રાધાન્ય આપ્યું છે, જે વાત પ્રસશંનીય છે. તેની સાથે મંત્રીએ ગરીબ પરિવારને રાજય સરકારની ફલેગશીપ યોજના એવી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ મળી રહે તે દિશામાં સુચારું આયોજન કરવા પણ અપીલ કરી હતી. તેમજ રાજય સરકારે તાજેતરમાં અમલી બનાવેલ રાજયના કોઇ પણ વિસ્તારમાં અકસ્માત થાય તે નાગરિકનો જીવ બચાવવા માટે તાત્કાલિક સારંવાર મળી રહે તે માટે રાજય સરકાર અકસ્માત ગ્રસ્ત નાગરિકને ૫૦ હજાર રૂપિયાની સહાય કરશે.
તેવી વિવિધ આરોગ્યલક્ષી સરકારની સેવાઓની જાગૃતિ આપવાના કાર્યને પણ અગ્રમિતા આપવા માટે અનુરોધ કર્યો હતો. સૌનો સાથ.. સૌનો વિકાસની ભાવના સાથે કલોલ શહેરમાં સામાજિક સેવાના કાર્ય કરવા પણ ભારપૂર્વક સર્વ સભ્યોને જણાવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના ગુજરાત રાજય પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિત કલોલ લાયન્સ કલબના પૂર્વ પ્રમુખ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.