ગઈ તા.૧૩-૯-૧૭ના રોજ ઢસા તાબેના પાટણા તથા વીકળીયા ગામે ઈન્ડસ કંપનીના મોબાઈલ ટાવરના કમ્પાઉન્ડમાંથી ઈકોગાડીમાં આવેલ બે અજાણ્યા ઈસમોએ કંપનીના ટી.આર.એક્સ નંગ-૬ કિ.રૂા.૬૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા અંગેની ફરીયાદ જાહેર કરતા તા.૨-૧૦-૧૭ના રોજ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ ચોરી અંગે ઢસા પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવેલ જે અન્વયે પોલીસ અધિક્ષક સરોજકુમારી તથા વિભાગીય પોલીસ અધિકારી આર.ડી.જાડેજા ગુન્હો ડીટેકટ કરવા આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ખાનગી રીતે હકિકત મેળવી પેટ્રોલીંગ દરમ્યાન રાજકોટ હાઈવે વડવાળા ટ્રાન્સપોર્ટ સામેથી મારૂતી ઈકો કાર નંબર જી.જે.૧૪ એ.એ. ૭૮૭૩માં બે ઈસમો રોકી ચેક કરતા ઉપરોક્ત ચોરીના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી પરેશભાઈ દિનેશભાઈ દેવમુરારી ઉ.વ.૨૭ રહે અમરેલી જેસીંગપરા શેરી નં.૨ તા.જી.અમરેલી બાલમુકુન્દ ઉર્ફે કાનો લલીતભાઈ રાજ્યગુરૂ ઉ.વ.૩૫ રહે. ચલાલા દાનબાપુની જગ્યા પાસે તા.ધારી જી. અમરેલી વાળાઓ પાસેથી એરટેલ કંપનીના ટી.આર.એક્સ નંગ-૫ કિ.રૂા.૫૦૦૦/- ગણી કબ્જે કરેલ અને ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ ઈકા કોર કિં.રૂા.૧,૫૦,૦૦૦/- ગણી કબ્જે કરી આરોપીઓને ધોરણસર અટક કરી ગુન્હો ડીટેકટ કરેલ અને આરોપીઓની પુછપરછ કરતા ચલાલામાં દાનબાપુની જગ્યા પાસે આવેલ ટાવરમાં એરટેલનું નેટવર્ક બંધ કરવા ચાલુમાં કાર્ડ કાઢી ચોરી કરેલ બાદ કુંકાવાવ બસ સ્ટેન્ડ સામેનો ટાવર ગારીયાધાર સીટી બસ સ્ટેન્ડ પાસે ચભાડીયા ગામે આવેલ ટાવર એરટેલ કંપનીના ટી.આર.એક્સની ચોરી કરેલ. આરોપી પરેશભાઈ દિનેશભાઈ દેવમુરારી અગાઉ એરટેલ કંપનીમાં રીંગર તરીકે નોકરી કરતો હોય અને કંપનીએ નોકરીમાથી છુટો કરી દેતા કંપનીને નુકશાન પહોચાડવાના ઈરાદે ઉપરોક્ત ચોરીઓ કરેલાની કબુલાત કરેલ ઢસા પોલીસના ઈ-ચા પોલીસ ઈન્સ. એચ.એચ.સેગલીયા તથા પોલીસ હેડ કોન્સ. હરદેવસિંહ ગોહિલ પોલીસ કોન્સ. સહદેવદાન ગઢવી શીવરાજભાઈ પટગીર હરદીપસિંહ જાળીયા વિગેરે સ્ટાફના માણસોએ મોબાઈલ ટાવરના સ્પેરપાર્ટસ ચોરીઓના ગુન્હોઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.