વહિવંચા બારોટ સમાજનું રાષ્ટ્રીય લેવલે સંગઠન થતું હોય ત્યારે અને સમસ્ત વહિવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટે અમદાવાદ ખાતે ૭૦ આગેવાનોની બેઠક મળી. જેમાં કારોબારીની રચના કરવામાં આવી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે રાજુભાઈ જગદિશભાઈ સોઢાતર, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ દુદાણી, મહામંત્રી સંદિપભાઈ રેણુકા, ખજાનચી પિયુષભાઈ શીયાતર તેમજ સંગઠન મંત્રી મનિષભાઈ રેણુકા, કિરીટભાઈ રેણુકા, કિર્તન બારોટ, સચીન બારોટ, સંજય રેણુકા, હસમુખભાઈ રેણુકા, સતીષભાઈ લગ્ધીર સહિતની કારોબારી રચના સર્વાનુમતે કરાતા રાજુલા બારોટ સમાજના દિલીપભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, અમરૂભાઈ બારોટ, હરદાનભાઈ બારોટ, કનુભાઈ બારોટ, કિશોરભાઈ બારોટ સહિત અમરેલી બારોટ સમાજ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર સુધી તેમજ ઉત્તર ગુજરાત સહિત વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ (બારોટ), પ્રદેશ ખજાનચી સતીષભાઈ બારોટ યુવા પ્રકોષ્ઠ ગુજરાત રાજ્યના પ્રમુખ હિતેશભાઈ બારોટ તેમજ દરેક જિલ્લા તાલુકાના આગેવાનોએ શુભેચ્છા પાઠવી તેમજ આ બેઠક નિકોલ ખોડીયાર આશ્રમે યોજાતા ખોડીયાર આશ્રમના મહંત અને બારોટ સમાજનું ગૌરવ તેવા દેવીમાં એ તમામ સર્વાનુમતે વરાયેલ કારોબારીના હોદ્દેદારો તેમજ ૭૦ની સંખ્યામાં ઉપસ્થિત બારોટ સમાજના તથા તમામ બારોટ સમાજ પ્રગતિના પંપે સંગઠન દ્વારા સમાજના ઉત્કર્ષના કામો કરતા રહે અને મજબુત સંગઠન થાય તેવા આશિર્વાદ પાઠવેલ.